Unlimited AE and Premiere Pro templates, videos & more! Unlimited asset downloads! From $16.50/m
Advertisement
  1. Photo & Video
  2. Drones
Photography

Drone Videos-ડ્રોન વિડિઓઝ માટે ૧૫ ટોચના Audio Tracks-ઓડિયો ટ્રેકસ

by
Length:LongLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

અત્યારે એવું ચિત્ર વિચારો: એક ભુમીદ્ગશ્ય પરથી વિચરતા એક drone-ડ્રોન-નાનું, ઉડી શકે એવું હેલિકોપ્ટર જેવું યંત્ર દ્વારા લેવામાં આવેલું એક રમણીય અને રોમાંચક ફૂટેજ-વિડિઓ નો ભાગ. હવે Seasame Street-સેસમી સ્ટ્રીટનું થીમ સંગીત એની ઉપર વાગતું હોય એવી કલ્પના કરો. એ એકદમ અલગ જ ભાવ છે અને એટલે જ તમારા સંગીતની પસંદગીનું મહત્વ છે.

અવિવાદિત અદ્ભૂતતાનું વાહન

અમે તમારા UAV વિડિઓ ને અનુરૂપ લાગે એવા સાઉન્ડ શોધવામાં તમારી મદદ કરી શકાય એ હેતુથી Envato-એન્વાટોના Audio Jungle-ઓડિયો જંગલમાંથી અમારી ૧૫ પસંદ ભેગી કરી છે.

૧. Timelapse Background-ટાઇમલાપ્સ બેકગ્રાઉન્ડ-કાળાન્તર પાર્શ્વભૂમિ

Timelapse Background-ટાઇમલાપ્સ બેકગ્રાઉન્ડ એક આધુનિક, ગતિશીલ, ઇલેક્ટરોનીનક સંગીતનું ટ્રેક છે જેમાં સિનેમેટિક અવાજો, બ્રેકબીટ ડ્રમ્સ, અને ગાઢ બેઝ વિશેષ છે; કોઈ પણ સર્જનાત્મક વિડિઓ પ્રોજેક્ટ માટે સંપૂર્ણ. 

૨. Inspiration Orchestra-ઇન્સ્પિરેશન ઓર્કેસ્ટ્રા-પ્રેરણા ઓર્કેસ્ટ્રા

તમારા ડ્રોન વિડિઓમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક-પાર્શ્વ સંગીત માટે એક ખુબ જ પ્રેરણાત્મક કોમ્પોઝિશન. સમાવેશ થતા વાંજીત્રોમાં છે: ચેલો, વાયોલિન અને બ્રાસ.

૩. Inspiring and Uplifting Cinematic Trailer-ઇન્સ્પાયરિંગ અને અપલીફટીંગ ટ્રેલર

એક આશાવાદી, પ્રોત્સાહક સંગીત નું ટ્રેક કે જે નમ્ર રીતે શરુ થાય છે અને સિનેમેટિક, હકારાત્મક અને પ્રેરક સાઉન્ડસમાં પરિવર્તિત થાય છે. પિયાનો અને પૂરો ઓર્કેસ્ટ્રા એક જોરદાર સરળતા તૈયાર કરે છે જે પ્રેરણા, મન ને હચમચાવી દે છે અને ભાવનાઓ ને ઉન્નત કરે છે. જેમાં 'પ્રિ-કટ એડિટ' ની સાથે 'નો બ્લીડસ' નો સમાવેશ થાય છે.

૪. Firefly In A Fairytale-ફાયરફ્લાય ઈન અ ફેરીટેલ-પરીકથામાં આગિયો

આગિયાના પથનું પ્રતિનિધિત્વ કરતું, આ ટ્રેક ઘંટડીઓ અને સિન્થેસાઇઝર ના અવાજોનો ઉપયોગ કંઈક સરળ પણ અલૌકિક તૈયાર કરવા કરે છે.

૫. Heaven On Earth-હેવન ઓન અર્થ-પૃથ્વીનું સ્વર્ગ

Heaven on Earth-હેવન ઓન અર્થ એક ભાવનાત્મક ટ્રેક છે જે એક નાટકીય પ્રોડક્શન-નિર્માણ ને પૂરક બને રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટ્રેક જોશ અને નાટકીય સ્વરૂપમાં પરિવર્તિત થાય છે.

Drone
ડ્રોનની તસ્વીર, Photodune-ફોટોડ્યુન તરફ થી

૬. Inspiring Storytelling-ઇન્સ્પાયરિંગ સ્ટોરીટેલિંગ-પ્રેરણાદાયી વાર્તાકથન

આ એક ભાવુક અને વિચારમગ્ન કરી દે એવું પિયાનો આધારિત ટ્રેક છે, જે અપલિફ્ટિંગ વિભાગ થી ભરેલું, જે કોઈ પણ પ્રેરણાદાયક પ્રોજેક્ટ માટેના બેકગ્રાઉન્ડ માટે તેને સંપૂર્ણ બનાવે છે. આ સંગીત ભાવુક, નોસ્ટેલ્જિક-અતીતની યાદો અપાવી દે એવા કે રોમેન્ટિક પ્રોજેક્ટ ની સાથે સાથે પ્રોત્સાહક કે 'કોલ ટૂ એકશન' વિડિઓઝ સાથે સારો મેળ ખાય છે.

૭. Dubai-દુબઇ

દુબઇ, કંઈક વધુ જટિલ માં બદલાય પહેલા શાંતિ થી શરુ થાય છે. આ સંગીત દુબઇના દ્રશ્યોને પ્રેરિત કરે છે: ગગનચુમ્બી ઇમારતો, ગરમી અને સમૃદ્ધિ.

૮. Chillout-ચીલઆઉટ-શાંતિમય

Chillout-ચીલઆઉટ એક નિર્મળ, વાતાવરણીય-એમ્બીએન્ટ સંગીત નું ટ્રેક છે જેમાં સાથે છે જોરદાર અને સતત રિધમ-તાલ. તમારી આંખો બંધ કરો અને આ સંગીત સાથે પર્વતો પરથી ઉડતા હોવાની કલ્પના કરો. અને પછી તેને તમારા ડ્રોન વિડિઓ સાથે લગાવી દો, પછી તમારે ધારવું નહિ પડે. 

૯. Uplifting Emotional Piano Pop-અપલીફટીંગ ઇમોશનલ પિયાનો પૉપ-ભાવનાની દ્રષ્ટિ એ ઉર્ધ્વગમન કરતો લાગણીશીલ પિયાનો પૉપ

ઘણા પ્રકારના પ્રોજેક્ટને અનુરૂપ, આ સંગીત એક પ્રેરણાદાયી, જોરદાર, પિયાનો પૉપ ટ્રેક છે. "Uplifting Emotional Piano Pop-અપલીફટીંગ ઇમોશનલ પિયાનો પૉપ" અપલિફ્ટિંગ પિયાનો, પડઘાઈ માનવ અવાજો, અને એટમોસફેરિક ગિટાર સાથે ભાવની દ્રષ્ટિએ અચળતાથી ઉપર વધે છે.

૧૦. Emotional Indie Rock-ઈમોશનલ ઇન્ડી રોક

આ સંગીત 'અપલિફ્ટિંગ ક્રેસૅન્ડો'માં પરિણમતા પહેલા ધીમી અને મક્કમ રીતે શરુ થાય છે. ઝડપ પકડીને વિશાળ અંત તરફ જતા પહેલા તમારો ડ્રોન દિલ થી ધીમે ધીમે-સ્લો મોશન માં ઉડતો હોય તેમ આ સંગીત સાથે દર્શાવો.

New York Aerial Shot
તસ્વીર, Photodune-ફોટોડ્યુન તરફ થી

૧૧. Relax-રિલેક્સ-આરામ

Relax-રિલેક્સ, જે તમે એના પરથી પારખી લીધું હશે, એ એક શાંત, નમ્ર અને ધીમું સંગીતનું ટ્રેક છે, જેમાં મધ્ય લયનો તાલ છે જે તમારા દર્શકોને ફિલ્મની મધ્યમાં રસ ગુમાવા નહિ દે! 

૧૨. Abstract Motion-એબ્સ્ટ્રેક્ટ મોશન-અમૂર્ત ગતિ

Abstract Motion-એબ્સ્ટ્રેક્ટ મોશન એક નમ્ર, ઇલેક્ટ્રોનિક સંગીતનું ટ્રેક છે જે ઓર્ગેનિક અવાજો અને ઇલેક્ટ્રોનિક ટેક્સચર નો સમાવેશ કરે છે. 

૧૩. The Epic-ઘી એપિક-મહાકાવ્ય 

ભાવજનક અને લાગણીશીલ, જાણે કે Hobbits-હોબિટ્સ અંતમાં માઉન્ટ ડૂમ પર પહોંચી રહ્યો છે. જો તમારા પ્રોડ્યૂકશન-નિર્માણમાં કોઈ હોબિટ્સ (કે વિઝાર્ડસ, કે એલ્વ્સ) નથી તો આ સંગીત કોઈ અદ્ભૂત ભુદ્રશ્યો પર બહુ સરસ લાગશે.

૧૪. Memories-મેમરીઝ-યાદો

આ ડાઉનલોડમાં તમારી જરૂરતને અનુરૂપ થાય એ માટે ચાર વર્ઝન-સંસ્કરણ આવેલા છે. નમ્ર પિયાનો સંગીત શાંતિ અને નોસ્ટાલ્જિઆ-અતીતની યાદની ભાવનાઓ જાગૃત કરશે, એટલા માટે તમારી આંખ માંથી આંસુ લૂછી નાખો અને આને હૃદય ઝન્કૃત કરી દે એવા ભાવો માટે તમારા લાગણીશીલ વિડિઓમાં જોડી દો. 

૧૫. Electronic-ઇલેક્ટ્રોનિક

Electronic-ઇલેક્ટ્રોનિક એક આધુનિક, જોશીલું અને એબ્સ્ટ્રેક્ટ-અમૂર્ત સંગીત છે અને જો જરૂરત પડે તો લૂપમાં આસાની થી એડિટ-સંપાદન થાય એવું છે.

ડ્રોનથી તસ્વીર લેવાની કળા

તમારા ડ્રોન પ્રોજેક્ટસ માટે તમને વધુ સહાયતા અને પ્રેરણાની જરૂર છે? અમને લાગ્યું કે તમને જરૂર હશે, એટલે તમને મદદ કરવા માટે અમે પસંદ કરેલા કેટલાક અન્ય ટ્યૂટોરિઅલ્સ આ રહ્યા.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.