Unlimited After Effects and Premiere Pro templates, stock video, royalty free music tracks & courses! Unlimited asset downloads! From $16.50/m
Advertisement
  1. Photo & Video
  2. Photography
Photography

એક ફોટોથી આર્કિટેક્ચરલ ડ્રોઈંગ-રેખાંકન કેવી રીતે બનાવવું

by
Length:LongLanguages:
This post is part of a series called Adobe Photoshop in 60 Seconds.
Photoshop in 60 Seconds: How to Apply a Light Powder to Portraits With Actions

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

Final product image
What You'll Be Creating

અમારી ૬૦ સેકન્ડ્સમાં Photoshop-ફોટોશોપ અધ્યયન શૃંખલામાં તમારું સ્વાગત છે, જેમાં તમે Photoshop-ફોટોશોપનું કૌશલ, વિશેષતા કે વિશિષ્ટ પદ્ધતિ-યુક્તિ ફક્ત એક જ મિનિટમાં શીખી શકો છો!

Photoshop in 60 Seconds: Architectural Drawing-૬૦ સેકન્ડ્સમાં ફોટોશોપ: આર્કિટેક્ચરલ ડ્રોઈંગ-રેખાંકન

આર્કિટેક્ટ્સ અત્યંત કૌશલ ધરાવતા વ્યાવસાયિકો છે જે ઇમારતો અને ઘરનાં આંતરીક ફર્નિચર ડિઝાઇનના અસાધારણ ટેક્નિકલ ડ્રોઇંગ્સ-રેખાંકનો બનાવે છે. અને તમે Photoshop Action-ફોટોશોપ ઍક્શન વડે તે જ વ્યાવસાયિક નકશા-બ્લુ પ્રિન્ટ જેવો દેખાવ પ્રાપ્ત કરી શકો છો. તમારા ફોટાને તરત રૂપાંતરિત કરવા માટે GraphicRiver-ગ્રાફિકરિવરથી Photoshop Actions-ફોટોશોપ એકશન્સના વિશાળ સંગ્રહને બ્રાઉઝ કરો.

નીચેના વિડિઓમાં સરસ ટેક્નિકલ ડ્રોઈંગ-રેખાંકન કેવી રીતે બનાવવું તે જુઓ અને વિડિઓમાં દર્શાવવામાં આવેલ Architectum Sketch Tools Photoshop Action-આર્કિટેક્ચમ સ્કેચ ટૂલ્સ ફોટોશોપ એક્શન ડાઉનલોડ કરો.

How to Create an Architectural Drawing in Photoshop-ફોટોશોપમાં આર્કિટેક્ચરલ ડ્રોઈંગ-રેખાંકન કેવી રીતે બનાવવું 

ફોટોશોપમાં તમારો ફોટો ખોલો. અહીં હું Pixabay-પિક્સાબે માંથી આ ઇન્ટિરિયર ડિઝાઇન સ્ટોક ફોટોનો ઉપયોગ કરીશ.

Interior Architecture Stock
Interior Stock-ઘરનાં આંતરિક ફર્નિચરનો સ્ટોક ફોટો, Pixabay-પિક્સાબે થી.

પછી Window > Actions-વિંડો > એકશન્સ પર જાઓ અને એકશનને લોડ કરવા માટે Load Actions-લોડ એકશન્સ વિકલ્પ પસંદ કરો.

Loading Photoshop Actions

ઈફેક્ટ લાગુ કરતા પહેલાં બધા સૂચનો સંપૂર્ણપણે વાંચો. એક New Layer-ન્યૂ લેયર બનાવો અને તમે ચિત્રના જે વિસ્તારો પર કેન્દ્રિત કરવા માગો છો તેમના ઉપર બ્રશ કરવા માટે Brush Tool (B)-બ્રશ ટૂલ (બી) નો ઉપયોગ કરો. પછી Play-પ્લે દબાવો.

Brush Over the Stock with the Brush Tool

એકશન કેટલી ગૂંચવણભરી છે તેના પર આધાર રાખીને, તેને પૂર્ણ રીતે લોડ થવા માટે થોડો સમય લાગી શકે છે. જ્યારે તમારું કામ સમાપ્ત થઇ જાય, ત્યારે મેળવેલ પરિણામ એવું ને એવું જ રાખો અથવા વધારાની એકશન્સ લાગુ કરીને ઇફેક્ટને બદલવાનું ચાલુ રાખો.

Modify Effect With More Actions

આ રહ્યું અંતિમ પરિણામ:

Architecture Drawing Photoshop Tutorial

આ લેસન-અધ્યયનને કામ કરતા જોવા માટે ઉપરના વિડિઓને જુઓ.

થોડું વધારે ઊંડાણ થી

અમારા ફોટોશોપના વિશેષજ્ઞો પાસેથી વધુ શીખો. નીચે દર્શાવેલ ટ્યૂટોરિઅલ્સ જુઓ:

૬૦ સેકન્ડ્સ?!

આ Envato Tuts+-એન્વાટો ટટ્સ પ્લસ પર ત્વરિત વિડિઓ ટ્યુટોરિયલ્સની જ્ઞાન શૃંખલાનો ભાગ છે જેમાં અમે અવનવા વિષયોથી પરિચિત કરાવીએ છીએ, બધા જ ૬૦ સેકન્ડ્સમાં—તમારી જ્ઞાનભૂખ ને જ્વલિત કરવા માટે એકદમ પર્યાપ્ત. કૉમેન્ટ્સ-ટિપ્પણીઓમાં તમારા આ વિડિઓ સંબંધિત વિચારો અને ૬૦ સેકન્ડ્સમાં બીજું શું સમજવા માંગો છો તે અમને જણાવો! 

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.